ટપાલી
ટપાલી


હર્ષ, શોક, આંસુ, ખુશી કેટલું થેલામાં ભરીને એ લાવે છે,
ટાઢ, તડકો, ગરમી, વરસાદમાં પણ ટપાલ લઈને એ આવે છે,
સાઇકલ પર છે સવારી એની ટ્રીન ટ્રીન ટોકરી વગાડે મધુરી ને,
પ્રિયતમાના હાથમાં ટપાલ આપીને હોઠ એ મલકાવે છે,
નેજવે હાથ ધરીને વાટ નિહાળતી માને ચરણ સ્પર્શ કરી,
ધીરેથી દીકરાનો પત્ર વાંચી ખુશીથી આંખ એ છલકાવે છે,
કોઈનો મેલો આવે તો મલાજો રાખી આપીને ચાલ્યો જાય,
સ્વજન નથી પણ સ્વજન બનીને સદા વાત એ સમજાવે છે,
કયાં રહ્યો હવે એ સમય અને મીઠો ઇન્તજાર દોસ્તો,
મોબાઈલ આવતાં ગઈ બધી આ મજા વાત એ સતાવે છે.