STORYMIRROR

kusum kundaria

Romance

4  

kusum kundaria

Romance

હોય છે

હોય છે

1 min
215

‌પ્રેમમાં બસ આપવાનું હોય છે,

ના કશુંયે પામવાનું હોય છે,


જો મળે અમૃત હસીને પી જજો,

ઝેરને પણ ચાખવાનું હોય છે,


રાહ સીધો ના કદી આ પ્રેમનો

આગ પર પણ ચાલવાનું હોય છે,


કોઈ બોલાવે જરી જો પ્રેમથી,

દોસ્ત, ત્યારે આવવાનું હોય છે,


નાસમજમાં ભૂલ જ્યારે થાય ને,

સત્યને પણ માપવાનું હોય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance