સમય છે
સમય છે
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
269
પાત્ર જોઈ પ્રેમ કરવાનો સમય છે,
સાવચેતી રાખી ફરવાનો સમય છે,
આંધળો વિશ્વાસ ના કરજો કદી પણ,
ભેડિયા ચોપાસ, ડરવાનો સમય છે,
નામ બદલે, વેશ બદલે ને ફસાવે,
આયનો એને જ ધરવાનો સમય છે,
જો ફસાયા તો થશે અઘરું હવે તો,
મોત વિના રોજ મરવાનો સમય છે,
ના ડરો પરિવાર સાથે છે સતત ને,
હામ હૈયે આજ ભરવાનો સમય છે.