હસી લે છે સદા મા
હસી લે છે સદા મા
આંસુને પાછા ધકેલીને હસી લે છે સદા મા,
દર્દને હૈયે છુપાવીને હસી લે છે સદા મા,
જાત હોમી દે જુઓ સંતાનના સુખ કાજ દોસ્તો,
સ્વપ્ન ખુદના રોજ બાળીને હસી લે છે સદા મા,
પાંખ આપે ઊડવા સંતાનને કાયમ પછી તો,
ખુશી એની રોજ ભાળીને હસી લે છે સદા મા,
એકલી જ્યારે પડે ત્યારે કરે છે યાદ સૌને,
આશ મળવાની દબાવીને હસી લે છે સદા મા,
થાક લાગે છે ઉમરનો એ છતાંયે કામ કરશે,
બામ જો રોજે લગાવીને હસી લે છે સદા મા.