ક્રિષ્ના
ક્રિષ્ના
આંખ સામે તું હતો હું થઈ અવાચક સાવ ક્રિષ્ના,
શબ્દ લાગે છે મને પોકળ સમજ તું ભાવ ક્રિષ્ના,
દ્વારિકામાં તું બિરાજે એમ મુજ દિલમાં વસી જા,
પ્રાર્થના છે એટલી તું સાંભળીને આવ ક્રિષ્ના,
છાંયડાની શોધમાં ભટકું છતાયે કયાં મળે છે ?
તાપ છે જીવનમાં આવી જા બનીને છાંવ ક્રિષ્ના,
હું હવે થાકી ગઈ છું સાવ, મધ દરિયે પહોંચી,
ખાળ તોફાનો બધાંને હાંક જીવન નાવ ક્રિષ્ના,
શ્વાસ આ મારા રટે છે નામ તારું રાત દિ' જો,
આખરી આ પળ હવે તું આવને નિભાવ ક્રિષ્ના.