kusum kundaria

Inspirational

4  

kusum kundaria

Inspirational

પગ તળે હતું

પગ તળે હતું

1 min
289


આખી જિંદગી જેની શોધમાં ભટક્યા એ પગ તળે હતું,

શોધી શોધીને અંતમાં થાકીને અટક્યા એ પગ તળે હતું.


મૃગજળની પાછળ દોડતા રહ્યાં અને હાથમાં કશું આવ્યું ના,

મેળવવા જેને રોજ ઊંધે માથે લટક્યા એ પગ તળે હતું.


ભ્રમણામાં જીવતા રહ્યા શું પામવાની એ દોટ હતી ?

સુખને પકડવા જીવનભર માથા પટક્યા એ પગ તળે હતું.


આંબવા એને ઊડતાં રહ્યાં વગર પાંખે જાણે આભમાં, 

હાથવેંત હતુંને પકડવા ગયાં ત્યાં હાથ છટક્યા એ પગ તળે હતું.


ઈશ્વરથી કોઈ ચડિયાતું નથી સુખ અને દુઃખ છે વહેમ,

થાકી હારીને જેને શોધવા પીછે હટ્યા એ પગ તળે હતું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational