એટલે શ્રાવણ ગમે છે
એટલે શ્રાવણ ગમે છે

1 min

314
કૃષ્ણ તારો જન્મદિવસ આવે છે એટલે શ્રાવણ ગમે છે,
સૌના દિલમાં અપાર ખુશી લાવે છે એટલે શ્રાવણ ગમે છે,
ઉપવાસ કરીને પવિત્રતાથી પાવન ભક્તિનું ભાથું સૌ ભરે,
દુઃખ, દર્દ, વ્યથાઓને ખુશીમાં પલટાવે છે એટલે શ્રાવણ ગમે છે,
પૂજા, એકટાણાને દેવ દર્શનથી ઈશ્વર સમીપ જાય છે લોક,
અપાર હેત મેહુલો પણ વરસાવે છે એટલે શ્રાવણ ગમે છે,
નંદ ઘેર આનંદ ભૈયો, જય કનૈયા લાલકી ઘર ઘર ગુંજે નાદ,
યમુનાના પાવન નીર કાંઠા છલકાવે છે એટલે શ્રાવણ ગમે છે,
ગામે ગામ મેળા ભરાયને મટુકી ફોડવાની હરીફાઈ થાતી,
કોઈ જીતે કોઈ હારે, સૌ મુખ મલકાવે છે એટલે શ્રાવણ ગમે છે.