સારું નથી
સારું નથી
કલ્પનામાં રાચવું સારું નથી,
ને વિના શ્રમ માંગવું સારું નથી,
કર્મ સારા તો મળે સઘળું ભલા,
પૈસા પાછળ ભાગવું સારું નથી,
થોડો તો આરામ હોવો જોઈએ,
રાત આખી જાગવું સારું નથી,
રોજ અમૃત સંગ મળશે વખ અહીં,
આથી અમૃત ચાખવું સારું નથી,
વાંચવું છે રોજ ગીતા વાંચજો,
સાવ ખાલી વાંચવું સારું નથી,
આપવું જો હોય દિલથી આપજો,
મન વિનાનું આપવું સારું નથી,
શ્વાસમાં રાખી ખુમારી જીવજો,
કોઈ પાસે માંગવું સારું નથી.