સંગાથ
સંગાથ


ભેગા મળીને ચાલીએ,પંથ કપાય વેહલો,
પ્રશ્ન પણ ના રહે કોણ છેલ્લો કે પેહલો.
સાથે હોઈએ તો વાતો થાય સુખ દુઃખની,
મોડું થાય ભલે, ક્યાં ચણી લેવા છે મહેલો.
ખભે ખભો મળે ને આનંદની લહેરો છૂટે,
મફતમાં આનંદ મળવો એ ક્યાં છે સહેલો.
સમજણ સાથેનો સંગાથ થયો છે ત્યારે,
તું મુજમાં રહેલો છે ને હું તુજમાં રહેલો.
થોડી આનાકાની અને થોડી અકળામણ,
છે તારી વાતોમાં, મુજ કાજે સ્નેહ વસેલો.
ભેગા મળીને ચાલીએ, પંથ કપાય વેહલો,
પ્રશ્ન પણ ના રહે કોણ છેલ્લો કે પેહલો.