દામ્પત્ય જીવન
દામ્પત્ય જીવન


સીલ્વર જ્યુબલી અને...
ગોલ્ડન જ્યુબલી..
વટાવી ગયેલુ દંપતી
૧૪ ફેબ્રુવારીએ
એકબીજાને ગીફ્ટ આપી...
એકબીજાની હુંફમાં...
વીતાવેલી ક્ષણો
વાગોળતા, વાગોળતા
કરચલી વાળી ચામડીને
આંખે ઝાંખપવાળા
એંસી વર્ષના મનુભાઇ
૧૪ ફેબ્રુવારીએ...
શીયાળાની સવારે
દાઢી ડગડગાવતા બોલ્યા
માધુરી એ માધુરી
યાદ છે...
તને માધુરી
માધુરી હાથમાં લાકડીના ટેકે
માથે અદકેરું ઓઢીને...
બોલ્યા...
બોલ મારા સલમાન...
આજે કા...માધુરી માધુરી
મનુભાઇ બોલ્યા...
માધુરીનો હાથ પકડી બોલ્યા
આઇ લવ યુ માધુ...રી...
અને લાકડી હેઠી પડી ગઇ...!