STORYMIRROR

Kiran Goradia

Classics Others

2  

Kiran Goradia

Classics Others

કક્કો બારખડી

કક્કો બારખડી

1 min
14.4K


આ ટેકનોલોજીની દુનિયામાં...

તું કક્કો બારખડી, યાદ ના કર...

બધું જ તૈયાર મળે છે અહીંયા..

તું ખાલી સમય બરબાદ ન કર..

આ મોબાઇલ અને ટેબની દુનિયા...

આખી દુનિયા આપણા ખીસ્સામાં...

આ  ફોનની ડાયરી અને યાદશક્તિને નાખો કચરાના ડબ્બામાં  

આ ટેકનોલોજીની દુનિયામાં...

તું કક્કો, બારખડી યાદ ન કર...

બધું જ તૈયાર મળે છે અહીંયા...

તું ખાલી સમય બરબાદ ન કર..

વેબ સાઇટ અને માકેઁટીંગ ધંધાનો મોટો પાયો...

અહીં, તહીંની રઝળપટ્ટીથી થયો હવે છુટકારો...

જે જોવે તે ઓન લાઇન મળશે.. 

ડાયમંડ, સોનું, ચાંદી, કપડા

બધું તૈયાર મળે છે અહીંયા 

તું ખાલી સમય બરબાદ ન કર

અક્ષરજ્ઞાન અને સાક્ષરજ્ઞાન થયા હવે આઉટડેટેડ

કમ્પ્યુટર સાક્ષરતા અને ડીજીટલ સાક્ષરતા થયા હવે અપડેટેડ. 

આ ટેકનોલોજીની દુનિયામાં....

તું કક્કો બારખડી યાદ ન કર..

બધું તૈયાર મળે છે અહીંયા..


Rate this content
Log in

Similar gujarati poem from Classics