STORYMIRROR

Bharat Vaghela

Romance Inspirational Classics

4  

Bharat Vaghela

Romance Inspirational Classics

મને બહુ રે ગમે છે એ વાત

મને બહુ રે ગમે છે એ વાત

1 min
27.7K


મને બહુ રે ગમે છે એ વાત.

સાજનજી, બહુ રે ગમે છે એ વાત. (૨)

ઓચિંતા આંગણમાં હાઉકલી કરતાંને

આવો છો અંધારા સાથ,

વ્હાલું લાગે જ્યારે નમણા શાં નયનોને

ભીંસો છો પોતાને હાથ.

મૂંછોથી ઢાંકેલા રતૂમડા હોઠોથી ગાલે

પાડો છો જે ભાત,

મને બહુ રે ગમે છે એ વાત....

મલકાવી હોઠ જરા હાલચાલ પૂછીને

ઓગાળો અંતરનો થાક,

ગમતીલું નામ લઈ બોલાવો ત્યારે તો

આંખોમાં છલકાતો છાક.

ચકલીને ચકલાની ચકચક જામે તોયે;

માળામાં પોઢે છે રાત.

મને બહુ રે ગમે છે એ વાત...


Rate this content
Log in

Similar gujarati poem from Romance