STORYMIRROR

Bharat Vaghela

Others

3  

Bharat Vaghela

Others

રાખો

રાખો

1 min
14.3K


 
જાહેરમાં હસવાનું રાખો,
ખૂણે જરા રડવાનું રાખો.
 
ભાવ પણ થાશે સોના જેવો,
તાંબા સમું ભળવાનું રાખો.
 
માથા કપાયા સૈનિક કેરા,
થોડુંક ત્યાં લડવાનું રાખો.
 
ઝેરે ભરેલી આંખો વાળા,
ભોરંગથી બચવાનું રાખો.
 
ખાડો પુરાશે દીન જનોનો,
ઝીણું જરા દળવાનું રાખો.
 
સૂકા સ્મિતે કરમાઈ જાશો,
આનંદથી મળવાનું રાખો.
 
ઈર્શાદ સાથે આ..હા.. આવે,
એવું 'ગજબ' લખવાનું રાખો.
 
 


Rate this content
Log in