STORYMIRROR

Bharat Vaghela

Romance

3  

Bharat Vaghela

Romance

ગીત- રંગમાં

ગીત- રંગમાં

1 min
14.3K


વરસાદી મોસમને તું મારા સંગમાં,
ત્યારે રંગાયો ગોરી હું તારા રંગમાં.
 
લોકો શું કે'શે? એ આછેરા વ્હેમથી,
બેઠા'તા દૂર-દૂર તાકીને પ્રેમથી.
 
વિજળીનાં ચમકારે આવી ગ્યા તંગમા,
ત્યારે રંગાયો ગોરી હું તારા રંગમાં.
 
ફરફરતા ફોરાને ઝીલ્યા'તા હાથમાં,
ચૂંદલડી ઓઢી'તી બંનેએ સાથમાં.
 
ભીંજાણી ચૂંદડીને રંગાયા સંગમાં,
ત્યારે રંગાયો ગોરી હું તારા રંગમાં.
 
ઝરમર ત્યાં વરસી ગ્યા ધકધકના તાલથી,
અંતરના ઉછળાટે અટકી ગ્યા ઢાલથી.
 
ફોરાએ ધ્રુજારી ફેલાવી અંગમાં.
ત્યારે રંગાયો ગોરી હું તારા રંગમાં.
 


Rate this content
Log in

Similar gujarati poem from Romance