Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Vaghela

Others

4  

Bharat Vaghela

Others

મોકલને ચોમાસું ઓરું

મોકલને ચોમાસું ઓરું

1 min
13.7K


તારા શહેરમાં ધોધમાર વરસે ને મારું તે ગામ સાવ કોરું,
ભાઈ, મોકલને ચોમાસું ઓરું, તું મોકલને ચોમાસું ઓરું.
ધોળી તે વાદલડી વરસાવે આગ હવે; આકાશે સૂરજ છે ઝાઝા,
કાળી તે વાદલડી તરસાવે રોજ હવે; ઉકળાટે મૂકી છે માઝા.
ફણગો ફૂટેલ બીજ થઈ ગ્યા છે ડૂલ હવે; મૂંઝાયા ધરતીનાં છોરું.
તું મોકલને ચોમાસું ઓરું...

ધોરીનાં ધણની તે ધુસરીઓ ભાંગે જ્યાં; મોરલિયો ટેહુકડું બોલે,
ખુલ્લા એ ખેતરમાં ભાસે જો મૃગજળ તો; ચાંચોને ચાતકડું ખોલે.
ખાલીખમ સરવરને ઠોલે છે ગીધ અને; કૂવાનું પાણી છે ખોરું.
તું મોકલને ચોમાસું ઓરું...


Rate this content
Log in