વાટડી
વાટડી
1 min
27.1K
હે મુને કે'ને તું એની રે વાતડી,
હા..રે સખી સાજણ જોયાની છે વાટડી.
હે મેં તો મેંદીથી ઘુટ્યું છે જેનું રે નામ,
હે એને જોવાને ઉમટયું છે આખુંયે ગામ.
હે જેને પોંખવાને (2) ઊભી છે માવડી.
હા..રે સખી સાજણ જોયાની છે વાટડી.
હે મારી શેરીમાં કેસરિયો સાફો ફરે,
હે એને જોવાને ઓસરિયું નીચી પડે.
હે મુને વાગે છે (2) નજરુંની લાતડી.
હા..રે સખી સાજણ જોયાની છે વાટડી.
હે પછી આંખોને હાથથી ભીંસી દીધી,
હે મારા શમણાંને રંગવાને પીંછી લીધી.
હે મે'તો પાડી છે (2) ગમતીલી ભાતડી.
હા..રે સખી સાજણ જોયાની છે વાટડી.
