STORYMIRROR

Bharat Vaghela

Others

4  

Bharat Vaghela

Others

વિધવા મા

વિધવા મા

1 min
40.6K


ઝરમર ઝરમર વરસે,
ઝરમર ઝરમર વરસે.
માડી તારી ઝાંખી આંખો ઝરમર ઝરમર વરસે.

જીવતર આખું ખૂણો પાળી આશે એ બંધાણી,
નાની એવી આંખો એની સપના એ સંધાણી.
વાતે વાતે કે'તી મા તું, તારો કે'દી ખરશે?
માડી તારી ઝાંખી આંખો ઝરમર ઝરમર વરસે.

પાણીયારે દીવો સળગે; કોને તું સંભારે?
સપનાઓને રોજ સવારે નાખે તું નિંભાડે.
ચાલી ગયેલ પળને માટે મા તું શાને તરસે?
માડી તારી ઝાંખી આંખો ઝરમર ઝરમર વરસે.


Rate this content
Log in