રંગો
રંગો
હું અને હોળી…..
“ભુલી રે પડી હું તો રંગના બજારમાં
લાગ્યો મને રંગ કેરો છાંટો”
ડગલે ને પગલે રસની છોળો ઉછળી,
મૂઠીમાં રંગ ને મનમાં ઉમંગ ભરી,
ખીલ્યો છે ફાગ આજ કેસુડા ને સંગ ,
પુષ્પોનો પ્રહાર કરી ,
નાચે છે તન ને મન ,
હૈયે વેરાય છે અબીલ ગુલાલ ,
સાજનના રંગાય છે ગોરાગાલ ,
ટહુકા કરે આજ વેણુનો નાદ ,
હોળી નો રંગ ઘુંટાય અંગઅંગ ,
ભાતીગળ રંગો થી રંગાઈને ,
જોડે નિહારીયે રંગીન આકાશને ,
ત્યાં તો હરખાય મેઘરૂપી રંગો ,
રાધાઅને કૃષ્ણ તણી ,
રંગ તણી પિચકારી ભરી ,
ચાલો માનવીયે આ હોળી પ્રેમતણી ,
તુ લઈને આવજે કોરું મન ,
સ્નેહે ભીંજાવિયે આ પ્રેમ સંબંધ ,
ભરી દઈએ રંગોમા અનેક ઉમંગો ,
ને રંગાય જાયે એકબીજા તણી …..
ચાલો માનવીયે આજ હોળી….
હું અને હોળી
