STORYMIRROR

Rita Hirpara

Classics Inspirational Others

4  

Rita Hirpara

Classics Inspirational Others

દુર્ગા

દુર્ગા

4 mins
9

નવદુર્ગા..

જગત જનની…

”માં અંબા તે રમવા નીસર્યા દેવી અન્નપૂર્ણા,”

તારા વિશ્વાસે ,

શબ્દે શબ્દે કરું પોકાર ,

મને વાગે એના ભણકારા  ,

ઉગ્યો સૂરજને ગઈ એક રાત  ,

સોનેરી કિરણો સાથે આવ્યું પ્રભાત ,

સોનેરી દિવસોની આ મારી તૈયારી ,

હૈયા રૂપે રહેઠાણે ,

સાગ સિસમનો ઢોલિયો ઢાળું , 

નવમીના દિ આવ્યા ,

ને અંબા આવી મારે દ્વાર,

રાખવાને લાજ ,

સજાવ્યો મેં મારો ચાચર ચોક ,

બે હાથ જોડી ઊભી રહી હું સામે ,

હેતે તે મને નીરખે  , 

કૃપા તેં મેં લીધી સ્વીકારી , 

અંતરયામી ને અધિક શું કહેવું ,

સંપૂર્ણ સમર્પણ કરું વિનવી ,

ઉતારજે નૈયા ને ભવજળ પાર ,

‘મા’નાં ચરણે સાષ્ટાંગ કરી ,

ને કહું છું સૌને ,

પ્રેમથી  ‘જય અંબે.’

જય શ્રી કૃષ્ણ !!! 

જય માતાજી !!!

રીટા શીરીષ હીરપરા 🙏🙏💕💕

સપ્ટેમ્બર/૨૧/૨૦૨૫ 

રવિવાર 


Rate this content
Log in

Similar gujarati poem from Classics