STORYMIRROR

Rita Hirpara

Classics Inspirational Others

4  

Rita Hirpara

Classics Inspirational Others

આધ્યા શક્તિ

આધ્યા શક્તિ

4 mins
8


આધ્યા શક્તિ…

આવી આસો સુદ ,

અંજવાળી રાત ,

“વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા ,”

હું તો દોડી ,

હૈયું રહે નહીં હાથમાં ને ,

ઘરના સૌ કામ છોડી ,

ચણિયાચોળી નો સાથ,

ને દાંડિયા નો રાસ ,

મારા ઘરને તારા માટે સજાવી ,

આરાધના કરૂં આપની ,

તું તો જાણે છે મારા મનની દરેક વાત ,

અવગુણો મારા તારાથી કયા છુપાવાય ,

હું વિનવું ને તું સાદ સાંભળે મારો , 

વેળાએ આવી સાચવે મારું ટાણું , 

પૂરા તું કરે માવડી મારા સૌ કોડ ,

મીઠું મીઠું મલકે માં આરાસુરવાળી ,

ઝળકે દીવા ને ઝળકે જ્યોત  ,

હાજરી તારી સદાય વરતાય ,

જોઈને હેતથી મન મારું ભરાય ,

એક જનની  ને ,

બીજી તું  ,

આદ્ય શક્તિ તુજને નમું હું વારંવાર ,

તું આંગળી ચીંધે ને એ માર્ગે હું ચાલુ , 

સદા કરું એ જ વિનંતી હું વારંવાર ..

સૌને મારા અને મારા પરીવાર તરફથી નવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ !!!

જય શ્રી કૃષ્ણ !!! 

જય માતાજી !!!

રીટા શીરીષ હીરપરા 🙏🙏💕💕

સપ્ટેમ્બર/૨૨/૨૦૨૫ 

સોમવાર 


Rate this content
Log in

Similar gujarati poem from Classics