શામળીયો
શામળીયો
શામળીયો …
એની સાથે લગાવ મીઠો છે મારો ,
હળવે મુજ સામું જોઈને એ હસિયો ,
લખવા હું ગોતું તને ,
મોરપીંછની કલમ ,
ને પીપળ કેરું પાન ,
લખ્યું એમાં મેં તારું નામ ,
ને ત્યાં થાયે બધું મારું કામ ,
અંતરના ઊંડાણથી વહેતી,
શબ્દોની આ સરવાણી ,
ને થઈ કૃપા આ તારી ,
કલમ મારી અટકી નહીં ,
ને કાગળ પડ્યો ટૂંકો ,
એક સાદ પાડું ને દોડી આવે તું ,
લાજ રાખજે શામળિયા ,
આ મલક કહેશે મને જૂઠી ,
તારું જ તને શોપું ,
ગજું નથી કાંઈ મારું ,
લાગે ખાલી બધું મારું ,
સમય મારો સાધજે વાલા ,
એવે સમય મારે વ્હારે ચડીને ,
મુખે રાખજે તારું નામ ,
રતી ,ગતિ અને મતી થાય ,
કરજો મારી ઉપર એ ઉપકાર ,
કાનાને મારા વંદન ,
ને જન્માષ્ટમી ના પાવન પર્વની ,
આપ સહુને હાર્દિક શુભકામના..
જય શ્રી કૃષ્ણ !!! રાધે રાધે !!!
રીટા શીરીષ હીરપરા 🙏🙏💕💕
ઓગસ્ટ/૧૬/૨૦૨૫
શનિવાર
