STORYMIRROR

Harshida Dipak

Classics

4  

Harshida Dipak

Classics

સમય પાંચીકા

સમય પાંચીકા

1 min
28.4K


કિનારે કિનારે ક્ષણો જાય પાછળ,

હવાના હલેસે ધપે નાવ આગળ.

નદી પ્રેમની ને તમારા ન દર્શન, 

સરકતી જતી આ જવાનીની સાંકળ.

નયનની અગાસી ઉદાસી ઉદાસી, 

હવે કોઈ એમાં ન હોવાની અટકળ.

સતત સાચવું છું સમય પાંચીકાને, 

કદી એ બને કોઈ મૃગજળનું ખળખળ. 

નજરમાં જ રાખીને દ્રશ્યોમાં આવો, 

વરસવા ક્ષિતિજેથી આવે છે વાદળ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics