STORYMIRROR

Harshida Dipak

Inspirational Classics Tragedy

4  

Harshida Dipak

Inspirational Classics Tragedy

મૃત દીકરીની આકાશવાણી

મૃત દીકરીની આકાશવાણી

1 min
25.6K


માતાની કુખમાં ને પ્રેમભરી હુંફમાં દાદાએ દીકરીને દેખી, 

સૂરજને ચન્દ્રના કિરણોની સંગ સંગ તેજના લીસોટામાં લેખી. 

મારા દાદાએ દીકરીને દેખી...

આંખોમાં નિતનવા સોણલાં સજાવીને મનમાં વિચારોને ભરતાં, 

અંગઅંગ જોશ ભરી હૈયે ઉમંગ ભરી જાણકારી સઘળીયે લેતાં.

દીકરીનું નામ ઓલા આકાશે ગુંજાશે હૈયાંની ધારણામાં લેખી, 

મારા દાદાએ દીકરીને દેખી...

શાળા - કોલેજો સંગાથે સંગાથે ભણ્યા'તા ભણતરના પાઠ,

વેઠયા ઉજાગરા મેં રાત અને દિવસના રહ્યો ના તોયે ઠાઠ માઠ.

બાપને હું બોજ બની જીવતરના ભારણમાં મોતને આવકારો દેતી, 

મારા દાદાએ દીકરીને દેખી...

દિવસને રાત બધા કપરા ચઢાણ સમા આંખોમાં દ્રશ્યો છે મારાં,

માતાના મૌનમાં પિતાજીએ ઢીંગલીના દ્રશ્યો ઘૂંટયા પરબારા.

વ્હાલસોયી દીકરીના ચહેરાના નૂરને જીવનના મંચ ઉપર દેખી, 

મારા દાદાએ દીકરીને દેખી...

અંતરનો નાદ સુણી નાની સી ઢીંગલી પિતાજીની પાસ જઈ બેસે, 

પ્રેમનાં ઋણાનુબંધ સાચવતી સાચવતી પડખામાં આવી પ્રવેશે. 

તારી છું કૃતિ ને તારી જ કલ્પના શબ્દોમાં આવીને દેખી, 

મારા દાદાએ દીકરીને દેખી...

ભવભવનો નાતો છે દીકરીને બાપનો ગુંજતો એ રહેશે સદાય 

ટૂંકા પ્રવાસનું પંખીડું આવયુ'તું સમજી લે ભાર ન લદાય

ઈશ્વરે આપેલા કોલ તને કહી દઉં છું ભવભવના સંબંધો લેખી 

મારા દાદાએ દીકરીને દેખી...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational