નૈં જ છોડું
નૈં જ છોડું
તને ચાહવામાં જરા પણ કસર નૈં જ છોડું,
કર્યા વિણ તને પ્યારમાં તરબતર નૈં જ છોડું.
કરી છે મે છાતી સમીપે ઘણા યે સમય બાદ,
થઈ જાય અબ તો ભલેને પ્રહર નૈ જ છોડું.
પડ્યો પ્યારમાં તારા તે દિનથી લીધું'તું ઠામી,
જ્યાં લગ તારો થઉ નૈં હું છોગાળો વર નૈં જ છોડું.
કર્યો સાથ તારો જનમ આખો સંગે રહેવા,
કદાપી હું પાછળ તને એક ડગર નૈં જ છોડું.
પહેલી જ નજરે કરી બેઠો છું હું તને પ્યાર,
હવે તો તને બસ થવી રૈં અસર નૈ જ છોડું.
કર્યા'તા નયનથી તે ચાળા નયન સંગ મારી,
હવે મુજ ઘરે બેડલે પાણી ભર નૈં જ છોડું.
'વિજય' કાળનું કે'વું છે એવુંં, સત્સંગકથા જ્યાં,
નથી, ત્યાં થશે મારી નક્કી અસર નૈં જ છોડું.