STORYMIRROR

Chaitanya Joshi

Inspirational

4  

Chaitanya Joshi

Inspirational

જિંદગીની વિસમતા

જિંદગીની વિસમતા

1 min
26.4K


જિંદગીમાં સુખદ પળોને હંમેશાં યાદ કરજો,

ઉદ્વેગ લાવનારી પળોને હંમેશાં બાદ કરજો.

મળ્યો હોય સ્નેહ ક્યાંયથી ક્ષણ મમળાવજો,

કટુ અનુભવ ભૂલી જઈને એને વિસરાવજો.

મધુઘૂંટ હરવખ્ત મળે ના મળે છે દુનિયા આ,

માઠા પ્રસંગે વિષપાન કરવા તૈયારી રાખજો.

માન આપ્યે માન જ મળે હંમેશાં શક્ય નથી,

અપમાન સહીને મધુવેણ જબાને લાવજો.

વાવેલું ઉગે છે આખરે સમય વીતતાં કદીએ, 

ધરી ધીરજ પામવાની અખૂટ આશા સેવજો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational