STORYMIRROR

Dr. Pushpak Goswami

Tragedy Classics Inspirational

5  

Dr. Pushpak Goswami

Tragedy Classics Inspirational

સંબંધોની શતરંજ

સંબંધોની શતરંજ

1 min
574

શતરંજનો શોખ નહોતો મને, એટલે જ હું હારતો ગયો,

લોકો ચાલ ચાલતાં ગયા, ને હું સંબંધો નિભાવતો ગયો.


ખબર નહોતી મને અહીં, સ્વાર્થ જ સૌનો સગો છે,

સૌને સગા માનતો ગયો, ને મનમાં હું હરખાતો ગયો.


કોને કહેવું ને ક્યાં રહેવું, સૌ કોઈ અહીં સૌના વેરી,

જાત ઘસી પોતાની આખી, સ્વજનોને હું શોધતો ગયો.


દુઃખમાં સૌની ઊભો અડગ, સુખમાં રહ્યો સદા પાછળ,

થઈ જ્યારે ખુદની પરીક્ષા, એકલો જ હું મૂંઝાતો ગયો.


ચારેકોર નજર કરી જ્યાં, સ્વાર્થનાં પ્યાદા દીઠાં અહીં,

શતરંજ સમી આ જિંદગીમાં, હું પણ મહોરું બનતો ગયો.



Rate this content
Log in

Similar gujarati poem from Tragedy