Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Katariya Priyanka

Tragedy

4  

Katariya Priyanka

Tragedy

અફસોસ ન કર

અફસોસ ન કર

1 min
270

મિલનની સાથે જુદાઈ નિયમ છે અહીંનો,

દર્દ તારું છે, એને શબ્દોમાં સજાવ્યા ન કર,

પ્રેમ હતો, તેની આ નિશાનીઓ મળી છે,

હૃદયનાં ઘાવ સૌની સામે ખુલ્લા ન કર,

હશે પ્રેમનો સફર બસ આટલે જ સુધી,

હવે સંગાથ નથી તો ઇલ્જામ આપ્યા ન કર,

એ તો ધોધમાર લાગણીમાં પણ કોરા જ રહ્યા,

આંસુ થયાં બેઅસર તો દિલ બાળ્યા ન કર,

ચૂપ રહી એમણે સઘળું જ સ્વીકારી લીધું,

તું નાહક બોલીને શબ્દોને વગોવ્યા ન કર,

સવાર, સાંજ, દિવસ, રાત, જીવન સઘળું વીતી જશે,

અધૂરી મહોબ્બતનો અફસોસ કર્યા ન કર,

સાથ છૂટ્યાની આ પણ અણમોલ ભેટ સમજ,

'સરગમ ' કાવ્યમાં લખી વાહ વાહ લૂંટ્યા ન કર.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy