કદાચ
કદાચ


કદાચ
તું મને યાદ કરવાની
રમત રમે છે,
કે કદાચ હું તને
ભૂલી જવાની રમત રમું છું.
આપણી પ્રીત
આ બે દીવાલો વચ્ચે
અથડાતો કોલાહલ પણ હોય;
કે કદાચ
શક્યતાની ડાળે લટકતું
'કદાચ'નું લૂમખડું પણ હોય !
કદાચ
તું મને યાદ કરવાની
રમત રમે છે,
કે કદાચ હું તને
ભૂલી જવાની રમત રમું છું.
આપણી પ્રીત
આ બે દીવાલો વચ્ચે
અથડાતો કોલાહલ પણ હોય;
કે કદાચ
શક્યતાની ડાળે લટકતું
'કદાચ'નું લૂમખડું પણ હોય !