Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajen Mehta

Romance Others

3  

Rajen Mehta

Romance Others

શૂન્યત્વ

શૂન્યત્વ

1 min
7.0K


તારી હસતી ધવલ દંતપંક્તિ જોઈ

મને દેદિપ્યમાન હિમશ્રુંગોની યાદ આવે છે !

પણ એ પહેલા કે તું મને

ઉપમા આપનારો વેદિયો

કવિડો કે પ્રેમીડો ધારી લે-

હું જ તને કહી દઉ:

અનુપમને ઉપમા આપનાર 

હું એક પામર લહિયો છું,

અથવા એમ કહેને કે

શૂન્યમાં શૂન્યત્વ પણ

પ્રસ્થાપિત કરી ન શકનાર

એક શૂન્યશિલ્પીનો

હું નિષ્ફળ વલવલાટ છું !



Rate this content
Log in

Similar gujarati poem from Romance