STORYMIRROR

Rajen Mehta

Inspirational

3  

Rajen Mehta

Inspirational

વિભૂતિ દર્શન

વિભૂતિ દર્શન

1 min
26.5K


મારા કથાનાયક પરંતપ,

તું પણ કાં ખોઈ બેઠો હિમ્મત ?

ગાંડીવનો તને વિશ્વાસ છે,

પણ ગાંઘીનો નથી !

(મારી વ્યથા કથા કેમ આગળ વધશે?)


અત્યારે તો હું પણ તારી જેમ 

વિષાદીત એક લહિયો લાગુ છું મને!

છેવટે હું પણ ગીતામાતાના શરણે જાઉં છું.

અને તંદ્રામાં જોઉં છું તો-

એ જ કુરુક્ષેત્ર,

એ જ તું પરંતપ,

દશમ સ્કંધનો એ જ વિભૂતિ યોગ !


કૃષ્ણ સ્વરૂપે ગાંધી !

વધુ એક વિભૂતિ દર્શન !

મહાત્માનં મોહનસ્મિ !

અને જાગતા જ-

મારી કલમ આળસ મરડે છે !

          


      


 

    


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar gujarati poem from Inspirational