Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajen Mehta

Abstract

3  

Rajen Mehta

Abstract

ફરિયાદ

ફરિયાદ

1 min
12.7K


મારી ક્ષણોના મહેલમાં 

હું ઈઝી ચેરમા 

સુખને ગલોફાના પાનની જેમ

માણતો ઝૂલતો બેઠો હતો.

ત્યાં જ દુ:ખની સેના બૂટ પછાડતી

નાટકીય ઢબે ઘૂસી આવી.

બૂટના ખબ ખબ તાલબદ્ધ તાલે

મને સમૂળગો ખળભળાવી નાંખ્યો.


હે ઈશ્વર !

મને આ તારી નાટકીયતા ન ગમી.

તું આટલો સાહજિક છે તો 

આવી અસહજતા શા માટે?

કદીક તું પ્રત્યક્ષ થાય તો

તારા ખભા પકડીને મારે તને પૂછવું છે કે

તું ઈશ્વર છો 

-કે મોડર્ન આર્ટિસ્ટ ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract