STORYMIRROR

Rajen Mehta

Abstract

3  

Rajen Mehta

Abstract

વ્યર્થતા

વ્યર્થતા

1 min
26.8K


આપણા અસ્તિત્વની આસપાસ ઘૂમતા 

આપણા વ્યક્તિત્વનો,

પ્રલાપોનો,

વિલાપોનો

હિમવર્ષામાં પડતા હિમ જેવો અંજામ છે.

છેવટે 

રહી જાય છે કેવળ-

રણમાં અથડાતા

સૂકા પાંદડા જેવો

હોઠોનો ફળફળાટ.

અને અંતમાં વ્યર્થતાની મૂલવણીમાં

જિંદગી બળેલ સીગરેટની જેમ

કાળના બૂટ હેઠળ કચરાઈ જાય છે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract