તેજ તણખાં
તેજ તણખાં


આંખોમાં તેજ તણખાં સરેઆમ રાખું છું,
ને ઘરનાં આંગણામાં જ સ્મશાન રાખું છું,
તમે આવો કે ન આવો સપનામાં મારાં,
ઉઘાડી આંખોમાં ઈંતઝામ તમામ રાખું છું,
તીર નજરનું ક્યારે છૂટે કોને ખબર,
તેથી આંખોમાં સજાવીને કમાન રાખું છું,
છે ઘાયલ હૃદયનો શણગાર ઝખ્મ મારાં,
સ્મિતનું તેથી મહેફિલમાં ધ્યાન રાખું છું,
શું લેશે ખબર એ મારા દર્દ એ દિલની?
ઔષધમાં કાયમ તેથી એની યાદ રાખું છું,
યાદોમાં અતિદૂર ને પાસથી પાસ છે "પરમ",
ને રૂબરૂ થવાનાં "પાગલ" અરમાન રાખું છું.