Bipin Agravat

Abstract Inspirational

5.0  

Bipin Agravat

Abstract Inspirational

કુદરતનાં સ્વરૂપો વિશે ‘તાન્કા’

કુદરતનાં સ્વરૂપો વિશે ‘તાન્કા’

1 min
13.4K


શું છે દરિયો?

મંથન કરતાં જ

ઉત્તર મળ્યો,

બાળ, યુવા ને વૃદ્ધ,

અવસ્થાનું જ્ઞાન જો.


શું છે જંગલ?

નાનાં-મોટાં વૃક્ષોથી

હર્યું-ભર્યું જે

પરોપકાર થકી

કરે સૌનું મંગલ.


શું છે ગગન?

અંત નથી જેનો ને

અનેક સૃષ્ટિ

સમાવી પોતાનામાં

એવું વિશાળ સ્થળ.


શું છે આ રણ?

રેતીનો ભંડાર ને

થોર-બાવળ

છે હરિયાળી જ્યાંની,

માંડ મળે ત્યાં જળ.


શું છે પર્વત?

વાદળોને આંબતો,

અડગ રે‘તો,

તોફાન આવે ત્યારે,

રાખે એ ધરપત.


શું છે આ સૂર્ય?

નિત્યકર્મ ન ચૂકે

કે ન થાકે એ,

ભેદભાવ વિના જે

આપે સૌને પ્રકાશ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract