STORYMIRROR

Bipin Agravat

Romance Tragedy

4  

Bipin Agravat

Romance Tragedy

ઊડતી લટ

ઊડતી લટ

1 min
449

આંખ તારી ઢળીને ઇશારો કરે,

બોલ, આશિક હવે શું બિચારો કરે ?

 

રૂપ અનિમેષ તારું નિરખતો રહે,

દિન અને રાત તારા વિચારો કરે.

 

ગીત-કવિતા રચે, ગાલગા એ જપે,

નેક શબ્દો વિરહમાં સહારો કરે.

 

મૌન હોઠો છતાં બોલતી આંખ ને–

ઊડતી લટ કજામાં વધારો કરે.

 

ઇશનું છે શ્રેષ્ઠ નિર્માણ ધરતી પરે,

સિદ્ધ ઇતિહાસ પાછળ જનારો કરે.

 

ભરસભામાં રહે એકલો ‘વીર’ એ,

મિત્રવર્તુળ ઘણાંયે પ્રહારો કરે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance