STORYMIRROR

Bipin Agravat

Inspirational Thriller

5  

Bipin Agravat

Inspirational Thriller

એવું પણ બને

એવું પણ બને

1 min
625

સાવ ખાલી જાય એવું પણ બને,

બોધ આપી જાય એવું પણ બને.


જિંદગીને માંડ સમજ્યા હોય ત્યાં,

મોત આવી જાય એવું પણ બને.


લાગતી હો શત્રુ જેવી વ્યક્તિ જે-

લાજ રાખી જાય એવું પણ બને.


ને સમજતાં હો તમે જે મિત્ર, એ-

આગ ચાંપી જાય એવું પણ બને.


ના કરો વિશ્વાસ જગની વાત પર,

પાંખ કાપી જાય એવું પણ બને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational