STORYMIRROR

Bipin Agravat

Tragedy

4  

Bipin Agravat

Tragedy

ભીખ માંગી ભટકે અહીં

ભીખ માંગી ભટકે અહીં

1 min
396

હોય મા–બાપ દવાખાને તો બગડે બાળકોનું ભણતર,

ક્યારેક અનાથ થઈ જતાં રખડી જાય એમનું જીવતર.

 

સુખ અને દુઃખ તો છે માનવે કરેલાં કર્મોનું જ વળતર,

મળ્યું લાગે છે ફળ આ બાળકોને ગયા જન્મનું પડતર.

 

નસીબનાં અભાવે દુર્ભાગ્યવશ, બની સમાજમાં નડતર,

ભીખ માંગી ભટકે અહીં, કોણ કરે એનાં જીવનનું ચણતર.

 

ફાટેલાં કપડાં અને ટુકડાં ખાઈને જીવન ચાલતું સદંતર,

મરણની રાહે જિંદગી જાય છે અને મન સળગતું ભીતર.

 

ગરીબ અને ધનવાન વચ્ચે જમીન-આસમાનનું અંતર,

બસ, અભેદ એમની વચ્ચે જન્મ–મરણ ચાલતું નિરંતર.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy