સ્ટોક મજહબનો લૂંટાઈ ખાલી થયો
સ્ટોક મજહબનો લૂંટાઈ ખાલી થયો
બહુજ ઈર્શા ને અદેખાઈ વધી ગઈ છે,
ઈશ્વર તમે આ બેવફાઈ અંત કરી દો.
ફરીથી આ પૃથ્વીનો પ્રલય કરી દો,
ઈશ્વર ફરી બીજ વગરના જન જન્માવો.
બીજવાળી વનસ્પતિમાં ઈર્શા નથી હોતી,
સ્પર્ધા વિના એક જુદા તન મન સંથારો.
અમે આ ઝાડવાં જેવાં પણ નથી રહયાં,
પ્રગતિ કરી શોષાઈ ગયાં કરો ભંડારો.
રોજ નવા નવા તર્કે અમે લડતા રહયા,
વેર ઝેર થઇ પીવાય લોહીના સરોવરો.
ઈશ્વર હવે તમારી દુકાનો બંદ કરી દો,
સ્ટોક મજહબનો લૂંટાઈ ખાલી થયો.