યાતનાઓ.
યાતનાઓ.
પજવતી થઈછે હ્રદય ભાવનાઓ,
નથી સાથ દેતી હવે કામનાઓ.
વફાદાર થઇને વધેલા પ્રભાવે,
હ્રદયને વિરહની ડસે યાતનાઓ.
ઘણી આશ રાખી અમે ચાહ કેરી,
મળીછે નસીબે મગર વેદનાઓ.
દબાવી દબીના જગેલી ઉમંગો,
બધી ભોગવી છે લગી ઝંખનાઓ.
કરમની ગતિને નભાવી છતાં પણ,
ઉભરતી રહી છે નવી ભ્રમણાઓ.
કથન પર તમારા ભરોસો કરીને,
અમે ભોળવાયા ધરી ધારણાઓ.
વધે જાય માસૂમ પ્રણયના તકાજા,
ધરી હામ શાને કદમ ડગ મગાઓ.