STORYMIRROR

Bipin Agravat

Tragedy Thriller

3  

Bipin Agravat

Tragedy Thriller

કારણ એ જ ડરવાનું

કારણ એ જ ડરવાનું

1 min
405

નથી મળતો સમય આજે, મળે બ્હાનું ન મળવાનું,

નહીં ચાલે વગર આવે, હશે કારણ જો મરવાનું.

 

ગણ્યા ગાંઠ્યા મળ્યા માણસ, દુઃખોમાં જે મને સમજ્યા,

સગાં-સ્નેહી નિકટનાંએ, કર્યું છે કામ છળવાનું.

 

કર્યું છે કેદ બળજબરી, વિહંગને પિંજરામાં, પણ–

રહેવાસી ગગનનું આમ, ઝાઝાં શ્વાસ ભરવાનું?

 

સરળ લાગે સરોવર કે તળાવે ગામનાં તરવું,

કસોટી થાય દરિયામાં, કહે જો પાર કરવાનું.

 

નથી મળતી સફળતા, સાવ સીધી ને સરળ રીતે,

શિખર ચડવું પડે જાતે, ન આપોઆપ ઢળવાનું.

 

બન્યું ક્યારે સભામાં કે પ્રથમ આવે અતિથિ ગણ?

નિયમ છે, તપ સભામાં નિત્ય શ્રોતાએ જ ધરવાનું.

 

હજી મા દીકરીને, ટ્યૂશનેથી જાય છે લેવા,

હશે રાવણ બજારે કો’ક, કારણ એ જ ડરવાનું.

 

મળ્યો એ વૃદ્ધને આજે, હજી જે ભાર ઊંચકતો,

કહ્યુંઃ છે આ જ કિસ્મત ‘વીર’, રોજેરોજ રળવાનું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy