STORYMIRROR

Vipul Pandya

Inspirational Romance Tragedy

4  

Vipul Pandya

Inspirational Romance Tragedy

મીઠ્ઠી પ્રતીક્ષા

મીઠ્ઠી પ્રતીક્ષા

1 min
28.2K


પથ્થર સમાં મારા સજન ના પીગળે તો શું કરું?

દીવો બુઝાયેલો ફરીથી ના બળે તો શું કરું?

મેં તો તમારા માર્ગમાં ફુલો જ બિછાવ્યા હતા,

ને તીક્ષ્ણ કાંટા-કાંકરા એમાં ભળે તો શું કરું?

સીધી સડક પર નાકની દાંડી પ્રમાણે નીકળું,

રસ્તો તમારા દ્વાર પર આવી વળે તો શું કરું?

કાયમ અરીસાની નજરમાં આંખ માંડું છું અને,

મારા પ્રતિબિંબો મને કાયમ છળે તો શું કરું?

ઊભો રહું છું એમની મીઠ્ઠી પ્રતીક્ષામાં પછી,

ધાર્યુ ન હો ને એ મને આવી મળે તો શું કરું?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational