ખોટું કરતાં થોડું ડરવું…
ખોટું કરતાં થોડું ડરવું…
ધન પાછળ દોડી શું કરવું ?
લાલચનું છે રૂપ જ વરવું.
આજ ભલે આ સળગે સૂરજ,
સાથ સમયની પડશે ઠરવું.
કોણ અમર છે આ ધરતી પર ?
અંતે એક દિન સૌને મરવું.
જીવન આપ્યું સેવા કરવા,
છોડો નાહક હરવું – ફરવું.
માયા-મમતા-મોહ ત્યજીને,
મસ્તક પ્રભુનાં ચરણે ધરવું.
સંત સમાગમ નિશદિન કરવો,
ભવસાગરમાં જો હો તરવું.
છેતરપિંડી છોડી દઇને,
સત્કર્મોનું ભાથું ભરવું.
'વીર' હૃદયની વાત ખરી છે,
ખોટું કરતાં થોડું ડરવું.