STORYMIRROR

Bharat Darji Aabhas

Romance Tragedy

4  

Bharat Darji Aabhas

Romance Tragedy

આવ્યો હતો

આવ્યો હતો

1 min
13.2K


ખોખલી એ લાગણીને વાળવા આવ્યો હતો, 

આપણા વિશ્વાસને જાણવા આવ્યો હતો.

ભાગ્ય તો જો, એકલી આજે ઉદાસી જોઇને,

આંસુ હિંમત આ નયનથી આપવા આવ્યો હતો.

આવી મારી જીવવાની આ દશા કોને ગમી? 

કોણ જે એકાંત મારૂં તોડવા આવ્યો હતો.

દોસ્તના જખ્મો વસાવી પ્રેમથી જીવ્યો છું હું, 

જિંંદગીને એમ પણ હું માણવા આવ્યો હતો.

રોજ તો 'આભાસ' ફરતો'તો કફન ઓઢી બધે,

જીવતા હું મોત પ્યારું માંગવા આવ્યો હતો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance