લાગે છે હું સફરમાં છું...!
લાગે છે હું સફરમાં છું...!
ના આવી રહેલા વરસાદને આકાશમાં શોધું છું,
મારી પ્રત્યેના તારા સ્વભાવને તારામાં શોધું છું.
લાગે છે હું સફરમાં છું...
લાગણીઓ રોકવાનો પ્રયત્ન છે મારો જે બધે ફાવતી નથી,
સમજુ શું આ વર્તનને? તારી એ વિચારધારાને શોધું છું.
લાગે છે હું સફરમાં છું...
ખરાબ હું છું કે મારો સમય? એ સવાલનો જવાબ શોધું છું,
શું હશે તારે મન મારા વિચાર એ વિચારોને કલ્પનામાં શોધું છું.
લાગે છે હું સફરમાં છું...
કયા વિચારોમાં છું હું કે એમા ખોવાયેલી મારી ઊંઘને શોધું છું,
બસ તું ક્યાં વ્યસ્ત છે એવું વિચારતો હું તને તારામાં શોધું છું.
લાગે છે હું સફરમાં છું...
હોય છે ઘણાને ઘણા દુઃખો જ્યાં મારા દુઃખોનું કોઈ મૂલ્ય નથી,
પણ હું તો મારા પ્રત્યેના તારા મુખ પરના સ્મિતને શોધું છું.
લાગે છે હું સફરમાં છું...
મન તો મને વિચારવા પ્રેરે છે ને દિલ કહે છે કે મૂક આ બધું,
છતાં મારા પ્રત્યેના તારા આ અબોલાના કારણોને શોધું છું.
લાગે છે હું સફરમાં છું...