STORYMIRROR

Vishal Parmar

Romance

3  

Vishal Parmar

Romance

હું શીખવું...

હું શીખવું...

1 min
13.6K


તું પ્રેમ આપી તો જો 

નિભાવવો કેમ એ હું શીખવું...

તું મુજ રાહ ચાલી તો જો,

રાહ કેમ જોવી એ હું શીખવું...

તું કોઈવાર રિસાઈ તો જો

મનાવવું કેમ એ હું શીખવું...

તું આંખોમાં સમાઈ તો જો,

સપના જોવા કેમ એ હું શીખવું...

તું લાગણીને મહેસૂસ કરી તો જો,

એને સમજવી કેમ એ હું શીખવું...

તું હૈયાને હૈયા સાથે મેળાવી તો જો,

એ કુંડળી મેળવવી કેમ એ હું શીખવું..


Rate this content
Log in

Similar gujarati poem from Romance