STORYMIRROR

Vishal Parmar

Romance

3  

Vishal Parmar

Romance

"તું" છે તું

"તું" છે તું

1 min
26.2K


મારું ખોવાયેલું સ્મિત છે તું

મારા વેદનાનું અશ્રુબિંદુ છે તું...

મારું મનગમતું ગીત છે તું

મારી જીત છે તું હાર પણ તું...

મારું પહેલું જતન છે તું

મારું સમસ્ત જીવન છે તું...

મારું ઉઘડતું પ્રભાત છે તું

મારા મિલનની સાંજ છે તું...

મારા વિરહની રાત છે તું

મારી એકલતાની નિરાંત છે તું...

મારા વાસ્તે પારદર્શક જળ છે તું

મારા વાસ્તે મૃગજળ છે તું...

મારા જીવનનો આધાર છે તું

મારા જીવનનો સાર છે તું...

મારા શબ્દોની ખાણ છે તું

મારી કથા, કવિતા, ગઝલ છે તું...

મારા હ્રદયની ધડકન છે તું

મારી આત્માનો શ્વાસ છે તું...

મારા મધુનો કટોરો છે તું

મારું મીઠું મધુરું ચુંબન છે તું...

મારા હૈયાનો હાર છે તું

મારા હ્રદયની ઊર્મિઓ છે તું...

મારા આંગણે આસોપાલવનું તોરણ છે તું

મારા ઉંબરા પર દોરેલ સ્વસ્તિક છે તું...

મારા ભીતરનો ભેદ છે તું

મારા અંતરનો નાદ છે તું...

મારા ઋણાનુબંધનું સગપણ છે તું

મારું ઉષ્માભર્યુ આલિંંગન છે તું...

મારા મનનું મનોમંથન છે તું

મારી કલ્પનાની પ્રિયતમા છે તું...

મારા એકલાપણાનો સાથીદાર છે તું

મારા પ્રેમાલાપને સાંભળનાર છે તું...

મારા વ્હાલની વ્હાલપ છે તું

મારી લાગણીઓનો સાગર છે તું...

મારા મૌનનો મર્મ છે તું

મારે વાસ્તે ફક્ત "તું" છે તું...


Rate this content
Log in

Similar gujarati poem from Romance