STORYMIRROR

Vishal Parmar

Inspirational

3  

Vishal Parmar

Inspirational

હર...હર...મહાદેવ...

હર...હર...મહાદેવ...

1 min
13.7K


જેનો કોઈ આકાર નથી,

એવા નિરાકારને પૂજું છું...

ભયંકરમાં ભયંકર છે જે

એવા ઓમકારને પૂજું છું...

સર્વગુણ સંપન્ન છે જેમાં,

એવા તે નિર્ગુણને પૂજું છું...

કંઠમાં હળાહળ વિષ છે જેના,

એવા નીલકંઠને પૂજું છું...

સર્વ ભૈરવોના ઉપરી છે જે,

એવા કાલભૈરવને પૂજું છું...

મહાકાલી શક્તિ છે જેની,

એવા મહાકાલને પૂજું છું...

દેવોમાં દેવાધિદેવ છે જે,

એવા મહાદેવને પૂજું છું...

પાર્વતીનો પ્રણય ને ભક્તિ છે,

એવા ભોળા શિવને પૂજું છું...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational