અંતર
અંતર
1 min
6.8K
સૂર્યને પણ છાયા સાથે પ્રેમ હોય છે,
એટલે જ એ સાંજે આથમી જાય છે...
ચંદ્રને પણ અમાસ સાથે પ્રેમ હોય છે,
એટલે જ તે એમાં ખોવાઈ જાય છે...
ધરા ને આભ વચ્ચે અંતર કેટલુ;
છેવટે ક્ષીતીજે તો એ ભેળા થાય છે...
યાદો ને તારા વચ્ચે અંતર ભૂત-વર્તમાન-
ભાવિનું અંતે એ સમણામાં સમાઈ જાય...