કોણ છો તમે...?
કોણ છો તમે...?
કોણ છો તમે...?
જે આંખોમાં સમાયા ને આંસુ બની ગયા...
કોણ છો તમે...?
જે હોઠોમાં સમાયા ને સ્મિત બની ગયા...
કોણ છો તમે...?
જે ફૂલોમાં સમાયા ને સુગંધ બની ગયા...
કોણ છો તમે...?
જે ઝરણામાં સમાયા ને વહેણ બની ગયા...
કોણ છો તમે...?
જે લાગણીઓમાં સમાયા ને પ્રણય બની ગયા...
કોણ છો તમે...?
જે ઝાંઝરમાં સમાયા ને ઝણકાર બની ગયા...
કોણ છો તમે...?
જે વાદળમાં સમાયા ને વરસાદ બની ગયા...
કોણ છો તમે...?
જે મનમાં સમાયા ને સ્મરણો બની ગયા...
કોણ છો તમે...?
જે ભવિષ્યમાં સમાયા ને ભૂતકાળ બની ગયા...
કોણ છો તમે...?
જે શ્વાસમાં સમાયા ને પ્રાણ બની ગયા...
કોણ છો તમે...?
જે હૈયામાં સમાયા ને ધબકાર બની ગયા...
કોણ છો તમે...?
જે આ પાગલ ને "પાગલ" બનાવી ગયા...
કોણ છો તમે...?