આંસુ અટકાવી ગયા છે અજનબી
આંસુ અટકાવી ગયા છે અજનબી
આ વહેતા આંસુ અટકાવી ગયા છે અજનબી,
ભાર પાંપણ પરનો ઉતરાવી ગયા છે અજનબી.
જે અગન લાવાની ધરબી છે હૃદયની ભીતરે,
એ હૃદયની આગ બૂઝાવી ગયા છે અજનબી.
જીંદગી જાણે બની'તી પાનખર મારી છતાં,
ત્યાં વસંતી વાયરો લાવી ગયા છે અજનબી.
નફરતોની આંધીનો જયાં દિલ મહી અંધાર છે,
દીપ અરમાનોના પ્રગટાવી ગયા છે અજનબી.
ક્યાં હતી નિસ્બત ને ક્યાં મેળાપ,બસ થઇ રાહબર,
એક ક્ષણમાં ભાગ્ય પલટાવી ગયા છે અજનબી.
-સંદિપ પટેલ"કસક"